બાળક નો જન્મ થાય એટલ પેરેન્ટસ તેના ભવિષ્ય માટે ચિંતિત હોય છે. પેરેન્ટસ બાળક ના ઘડતર માટે અથાગ પ્રયત્ન કરતા હોય છે. સ્કૂલ થકી બાળક ને પાયાનું એજ્યુકેશન મળે છે. તેથી પેરેન્ટ સારી સ્કૂલની તપાસ કરી બાળકનું એડમીશન કરાવવા ઇચ્છતા હોય છે. સારી સ્કૂલ એટલે ફકત સારું બિલ્ડીંગ કે ફકત પુસ્તક નું જ્ઞાન નહીં પણ વિવિધ એકટીવીટીઝ થકી નોલેજ અને તેના થકી બાળકનો બધી દિશાનો વિકાસ, ડીસીપ્લીન સાથે સુસંસ્કારનું સિંચન, સ્ટુડન્ટની પર્સનલ દેખરેખ, લેટેસ્ટ ટેકનોલોજી સાથે એજ્યુકેશન આ બધી બાબતો બાળક ને ક્યાં મળી રહેં તેવું પેરેન્ટસ વિચારતા હોય છે
સમાજ ના સફળ બિઝનેસમેન અને શિક્ષણ જગત સાથે જોડાયેલ થોડી વ્યક્તિઑએ ભેગા થઈ વિચાયું કે બાળકોના ઘડતર માટે અને ઉપરોક્ત જરૂરિયાતો માટે એક સંસ્થા બનાવવી અને તે વિચાર ના ફળ સ્વરૂપે લાંઈફ લાઈન એજ્યુકેશન ટ્રસ્ટ નામની સંસ્થા બની.
લાઈફ લાઈન એજ્યુકેશન ટ્રસ્ટે સુરત શહેર મધ્યે સુવિકસિત અડાજણ વિસ્તાર માં હનીપાર્ક રોડ પર એક સુંદર સિટિઝન્સ સ્કુલનું નિર્માણ કરેલ. જેમાં ગ્રાઉન્ડ ફલોર સાથે ચાર માળના બિલ્ડીંગમાં સ્ટુડન્ટ ને અધતન ફેસેલીટી પૂરી પાડવાનૉ પ્રયાસ કર્યો છે. અહીં ભણતા સ્ટુડન્ટનો અને તેમના મમ્મી- પપ્પાનો સંપર્ક કરી સ્કૂલ વિશે ની સાચી અને વધારે માહિતી મેળવી શકાય, અથવા રૂબરૂ મુલાકાત પણ આપની માંગને સતોષશે.